તા. ૨૮/૦૧/૨૦૧૪ને મંગળવારે ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના નવા ચૂંટાયેલા હોદ્દેદારો પંકજભાઈ પટેલના પ્રમુખસ્થાને માનનીય શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, નાણામંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી નાનુભાઈ વાનાણીને મળ્યા હતા. માનનીય શિક્ષણ મંત્રીશ્રીને પ્રશ્નો ઝડપથી હલ કરવા રજૂઆત કરી હતી અને ખાસ કરીને રક્ષણ વહેલી તકે આપવા રજૂઆત કરી હતી. મંત્રીશ્રીએ સરકાર આ બાબતે પોલીસી બનાવી રહી છે તેમ જણાવ્યું હતું.
નાણામંત્રીશ્રી નીતિનભાઈ પટેલે નાણા વિભાગમાં રહેલી દરખાસ્તો જેવી કે ૧૦૦ના બદલે ૩૦૦ રુ.મેડીકલ, એન્ટ્રી લેવલ પે સ્કેલ અને એલ.ટી.સી.મા ૧૦ દિવસના લીવ એન્કેશમેન્ટ અંગે રજૂઆત કરી હતી. તેઓશ્રીએ નવા હોદ્દેદારોને જશ મળે તેવો તાત્કાલિક ૧ પ્રશ્ન (મેડીકલ એલાઉન્સ) હલ કરી આપીશું અને એન્ટ્રી લેવલ અંગે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમના મદદનીશશ્રી પંડ્યા સાહેબને વિશેષ સમજૂતી મહામંડળે આપી હતી. તેઓશ્રીએ તાત્કાલિક નાણા વિભાગના અધિકારીઓને બોલાવી કાર્યવાહી શરુ કરેલ છે.
પંકજભાઈ પટેલ
પ્રમુખ
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ
No comments:
Post a Comment