દેવી શારદે માં ...............

દેવી શારદે માં ...............
ય દેવી સર્વ ભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ......નમસ્તસ્યૈ.....નમો નમ:

Monday, 12 May 2014

રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જુના શિક્ષકો / શિક્ષક સહાયકોની પસંદગી યાદી તૈયાર કરવા માટે



ઉમેદવારો માટેની સૂચના :
(૧) તા. 24/08/2013 ના રોજ રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જુના શિક્ષકો / શિક્ષક સહાયકોની પસંદગી યાદી તૈયાર કરવા માટે આપેલ  જાહેરાત ના અનુસંધાને અગાઉ તબક્કાવાર વિકલ્પ આપી શાળા / જીલ્લા ની કાર્યવાહી કરવામાં આવેલ છે. તે કાર્યવાહી રદ કરવામાં આવે છે. આથી ઉમેદવારો એ અગાઉ આપેલ તમામ વિકલ્પ રદ ગણવામાં આવે છે.
(૨) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના વિકલ્પ તા. ૧૨-૦૫-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાક થી
       તા. ૧૪-૦૫-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન ભરવાના રહેશે.
(3) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર ન્યાયાલય ના ચુકાદાઓને       આધીન રહેશે.
(4)  ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે.
(૫) પ્રથમ તબક્કામાં નીચે પત્રકમાં દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો પોતાના જીલ્લા પસંદગી માટેના વિકલ્પ ભરી શકશે.
http://www.gserb.org/

ધો.૯-૧૦ના એક એક વર્ગ ધરાવતી શાળામાં વર્ગ દીઠ 1.5 શિક્ષકનો માપદંડ

ધો.૯-૧૦ના એક એક વર્ગ ધરાવતી શાળામાં વર્ગ દીઠ 1.5 શિક્ષકનો માપદંડ
આ સંદર્ભમાં શિક્ષણમંત્રી જણાવ્યું છે કે, માધ્યમિક વિભાગના ફાજલ શિક્ષકોના પ્રશ્ને આજે સરકારે હકારાત્મક નિર્ણય લીધો છે. તદ્અનુસાર માધ્યમિક વિભાગના ફાજલ શિક્ષકોને ઉચ્ચતર માધ્યમિકમાં ફરજ બજાવી શકશે તથા અપર પ્રાઇમરી શરૂ થતાં ધો.૮ના નવા વર્ગોમાં આવા ફાજલ શિક્ષકોનો સમાવેશ કરી શકાશે. સરકારે તેના પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, ફાજલ શિક્ષકોને જે તે જિલ્લાની નગરપાલિકા અને મહાનગરપાલિકા સહિતની પ્રાથમિક શાળાના ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં નવા શરૂ થતાં ધો.૮ના વર્ગ માટે ઉપલબ્ધ ખાલી જગા સીધી ભરતીના વિદ્યાસહયાકથી ન ભરતાં પ્રથમ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના વર્ગ ઘટાડાને કારણે ફાજલ શિક્ષક કે શિક્ષક સહાયક દ્વારા ભરવાની રહેશે. આ રીતે ખાલી જગા ભરાયા બાદ પણ ખાલી રહેતી જગા સીધી ભરતીથી ભરી શકાશે. આ અંગેની કાર્યવાહી જે તે જિલ્લા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જિલ્લા શિક્ષણાધિકારીના પરામર્શમાં પૂરી કરવાની રહેશે.

Friday, 9 May 2014

Monday, 21 April 2014

Find Your Election Duty Place & Download Voter List

Find Your Election Duty Place & Download Voter List


  • Follow Some Easy Steps & Find Your Election Duty Place(Booth)
  • You Will Be  Provided A Team No. In Your Election Trining Order.
  • In Team No.Last Digits Are Of Your Booth Code.(Note:- It Can Change Any Time)
  • Open Below Link...
  • http://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx
  • Select District 
  • Now Select Your Assembly..
  • Than Find Your Booth Code In List.
  • To Download Voter list of Your Village or Duty Place click On SHOW text.

ગુજરાતની ૮પ૦૦ શાળા બંધ કરવા તજવીજ

ગુજરાતની ૮પ૦૦ શાળા બંધ કરવા તજવીજ

૧૦૦થી ઓછા વિદ્યાર્થીવાળી સ્કૂલોનો નિભાવ પોષાતો ન હોવાથી કડવા નિર્ણયની ભીતિ

રાજયના પ્રાથમિક શિક્ષણ તંત્રમાં હલચલ મચાવી જાય તેવા અહેવાલો સાંપડી રહયા છે જેમાં ગુજરાતની ૮પ૦૦ શાળા બંધ કરવા તજવીજ હાથ ધરાઇ છે જે પૈકી કચ્છની પપ૦નો સમાવેશ થાય છે. અલબત આ અંગે સ્થાનિક કોઇ સતાવાર ઓર્ડર આવ્યો ન હોવાની સ્પષ્ટતા કરાઇ છે. બંધ થનારી સ્કુલોના છાત્રોને નજીકની શાળામાં ભેળવી દેવાય તેવું આયોજન છે.

              આ અંગે મળતી વિગતો મુજબ, રાજય સરકારને ૧૦૦થી ઓછા છાત્રો વાળી શાળાઓનો નિ‌ભાવ પોષાતો ન હોવાથી આચારસંહિ‌તા પુર્ણ થયા પછી જાહેરાત થાય તેમ મનાય છે. આ અંગે શિ‌ક્ષણમંત્રીએ કહયું કે, હજુ કાઇં નકકી નથી પણ નિ‌ર્ણય સાતમી તારીખે લેવાય તેવી શકયતા છે. હાલમાં તો આવી શાળાઓ અને તેના છાત્રોની સંખ્યાનો સર્વે હાથ ધરવા પ્રાથમિક શિ‌ક્ષણાધિકારીને સુચના અપાઇ છે. જેના રિપોર્ટના આધારે આગામી કામગીરી થશે.
  • રાજયની ૩૦૦૦ શાળામાં પ૦થી ઓછા છાત્ર

રાજયભરમાં ૩૦૦૦ શાળાઓ એવી છે કે જયાં પ૦થી પણ ઓછા વિદ્યાર્થીઓ છે. આમ આવી સ્કુલોનો નિભાવ કરવો સરકાર માટે કઠીન થઇ પડે છે. તો એક થી ત્રણ કિલોમીટર સુધીની શાળાઓના વિદ્યાર્થીઓને પણ તેમાં સમાવી લેવાય તેવી શકયતાઓ જોવાઇ રહી છે.

                                                                             

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) - કરોડો પુસ્તકો મફતમાં મેળવી શકશો.

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) ની જરૂર છે? તમારા બ્રાઉઝર પર જાઓ અને   http://www.pdfdrive.net/ સાઈટ ખોલો. ત...