ધો.૯-૧૦ના એક એક વર્ગ ધરાવતી શાળામાં વર્ગ દીઠ 1.5 શિક્ષકનો માપદંડ
આ સંદર્ભમાં શિક્ષણમંત્રી જણાવ્યું છે કે, માધ્યમિક વિભાગના ફાજલ શિક્ષકોના પ્રશ્ને આજે સરકારે હકારાત્મક નિર્ણય લીધો છે. તદ્અનુસાર માધ્યમિક વિભાગના ફાજલ શિક્ષકોને ઉચ્ચતર માધ્યમિકમાં ફરજ બજાવી શકશે તથા અપર પ્રાઇમરી શરૂ થતાં ધો.૮ના નવા વર્ગોમાં આવા ફાજલ શિક્ષકોનો સમાવેશ કરી શકાશે. સરકારે તેના પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, ફાજલ શિક્ષકોને જે તે જિલ્લાની નગરપાલિકા અને મહાનગરપાલિકા સહિતની પ્રાથમિક શાળાના ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં નવા શરૂ થતાં ધો.૮ના વર્ગ માટે ઉપલબ્ધ ખાલી જગા સીધી ભરતીના વિદ્યાસહયાકથી ન ભરતાં પ્રથમ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના વર્ગ ઘટાડાને કારણે ફાજલ શિક્ષક કે શિક્ષક સહાયક દ્વારા ભરવાની રહેશે. આ રીતે ખાલી જગા ભરાયા બાદ પણ ખાલી રહેતી જગા સીધી ભરતીથી ભરી શકાશે. આ અંગેની કાર્યવાહી જે તે જિલ્લા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જિલ્લા શિક્ષણાધિકારીના પરામર્શમાં પૂરી કરવાની રહેશે.
No comments:
Post a Comment