ગુજરાતની ૮પ૦૦ શાળા બંધ કરવા તજવીજ
૧૦૦થી ઓછા વિદ્યાર્થીવાળી સ્કૂલોનો નિભાવ પોષાતો ન હોવાથી કડવા નિર્ણયની ભીતિ
રાજયના પ્રાથમિક શિક્ષણ તંત્રમાં હલચલ મચાવી જાય તેવા અહેવાલો સાંપડી રહયા છે જેમાં ગુજરાતની ૮પ૦૦ શાળા બંધ કરવા તજવીજ હાથ ધરાઇ છે જે પૈકી કચ્છની પપ૦નો સમાવેશ થાય છે. અલબત આ અંગે સ્થાનિક કોઇ સતાવાર ઓર્ડર આવ્યો ન હોવાની સ્પષ્ટતા કરાઇ છે. બંધ થનારી સ્કુલોના છાત્રોને નજીકની શાળામાં ભેળવી દેવાય તેવું આયોજન છે.આ અંગે મળતી વિગતો મુજબ, રાજય સરકારને ૧૦૦થી ઓછા છાત્રો વાળી શાળાઓનો નિભાવ પોષાતો ન હોવાથી આચારસંહિતા પુર્ણ થયા પછી જાહેરાત થાય તેમ મનાય છે. આ અંગે શિક્ષણમંત્રીએ કહયું કે, હજુ કાઇં નકકી નથી પણ નિર્ણય સાતમી તારીખે લેવાય તેવી શકયતા છે. હાલમાં તો આવી શાળાઓ અને તેના છાત્રોની સંખ્યાનો સર્વે હાથ ધરવા પ્રાથમિક શિક્ષણાધિકારીને સુચના અપાઇ છે. જેના રિપોર્ટના આધારે આગામી કામગીરી થશે.
- રાજયની ૩૦૦૦ શાળામાં પ૦થી ઓછા છાત્ર
રાજયભરમાં ૩૦૦૦ શાળાઓ એવી છે કે જયાં પ૦થી પણ ઓછા વિદ્યાર્થીઓ છે. આમ આવી સ્કુલોનો નિભાવ કરવો સરકાર માટે કઠીન થઇ પડે છે. તો એક થી ત્રણ કિલોમીટર સુધીની શાળાઓના વિદ્યાર્થીઓને પણ તેમાં સમાવી લેવાય તેવી શકયતાઓ જોવાઇ રહી છે.
No comments:
Post a Comment