શનિવાર સાંજ સુધીમાં ઉચ્ચત્તર ભરતી માટે પસંદ થયેલ શાળાનો ઓનલાઈન ઓર્ડર મળશે તેવી મારી ધારણા છે. અને ૩૧/૦૧/૨૦૧૪ સુધીમાં શિક્ષકો શાળામાં હાજર થઈ જાય તેવું મારુ વ્યક્તિગત માનવું છે.
મારા મંતવ્ય મુજબ આગામી પ્રોસિજર નીચે મુજબ હશે.
ઉચ્ચત્તર ભરતી અંતર્ગત ઉમેદવારો પાસેથી પ્રથમ તબક્કામાં શાળા પસંદગી કરાવી છે. હવે શનિવાર સાંજ સુધીમાં જે તે ઉમેદવારને કમ્પ્યૂટર દ્વારા મેરીટ પ્રમાણે પોતાની પસંદગીની શાળામાંથી એક શાળા પસંદગી મળશે. જે તેના માટે ફાઈનલ શાળા હશે. જેનો લેખિત ઓર્ડર ઓનલાઈન કાઢવાનો રહેશે. અને જે તે ડી.ઈ.ઓ કચેરીએ કે શાળામાં જે તે ઓર્ડર લઈને હાજર થવાનું રહેશે.
લગભગ તા. ૩૧/૦૧/૨૦૧૪ સુધીમાં ઉમેદવારને શાળામાં હાજર કરી શકાય. ત્યારબાદ જે તે પસંદગી થયેલ શાળામાં શિક્ષકો હાજર ન થાય તો તે વિષયની જગ્યા માટે બીજો તબક્કો પડશે તેવું મારુ માનવું છે. માની લો કે પહેલા તબક્કા માં જ બધીજ જગ્યા ઉપર બધાજ શિક્ષકો હાજર થઈ જાયતો બીજો તબક્કો ન પણ પડે.
No comments:
Post a Comment