પાલક માતા-પિતાની યોજના
આ યોજના નો મુળ હેતુ સંસ્થા મા દાખલ થયેલ નાની વયના અનાથ બાળક જે પાલક માતા-પિતાની સાર સંભાળ હેઠળ સોંપી તેઓને ઘર જેવુ વાતાવરણ મેળવી આપવાનુ છે. ૦ થી ૬ વર્ષની વયના અનાથ બાળકો કે જેઓને દતક ઉછેરમા આપી શકાયેલ નથી. તેવા બાળકો તેમજ સહાયરૂપ કિસ્સામા ૧ર વર્ષની ઉમરના બાળકના પાલક માતા-પિતાને ખાસ કેસમાં ૧૪ વર્ષની વય પુરી કરે ત્યાં સુધી માસીક રૂપીયા ૧,૦૦૦/-ની માસીક સહાય સાર સંભાળ રાખતા માતા-પિતાને ચુકવવામા આવે છે.
આ સહાય ચેકથી ચુકવવામાં આવશે.જેમાં પાલક માતા-પિતાની વાર્ષિક આવક રૂ.૬૦,૦૦૦/- થી વધુ હોવી જોઈશે. તે અંગે મામલતદારશ્રી નો આવક નો દાખલો માતા-પિતાએ રજુ કરવાનો રહેશે. આ યોજનાના ફોર્મ જે તે જીલ્લાના ચિલ્ડ્રન હોમ માંથી વિનામૂલ્યે મળીશકશે.
અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૩૬,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૨૭,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ..
આ યોજના નો અમલ ઓબ્ઝર્વેશન હોમના સુર્પિટેન્ડેન્ટ દ્રારા કરવામા આવે છે. અને ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના આદેશ મેળવી સહાય ચુકવવામા આવે છે.
For more Information : Click here
No comments:
Post a Comment