દેવી શારદે માં ...............

દેવી શારદે માં ...............
ય દેવી સર્વ ભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ......નમસ્તસ્યૈ.....નમો નમ:

Wednesday 31 July 2013

વિદ્યાસહાયકોના પૂરા પગાર અંગે.............!

વિદ્યાસહાયકોના પૂરા પગાર અંગે આંકડા મગાયા Bhaskar News, કેટલો નાણાંકીય બોજ પડે તેના આંકડા માગવામાં આવ્યા રાજય સરકાર પૂરો પગાર આપવાની તૈયારી કરતી હોવાની અટકળો તેજ બની રાજયના શિક્ષણ વિભાગે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ, મહાનગરપાલિકા અને નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં નોકરીકરતા વિદ્યાસહાયકોની કેટલી સંખ્યા છે અને તેમને નિયમિત પગાર આપવામાં આવે તો કેટલો ખર્ચ થાય તેમ છે તેના અહેવાલ તમામજિલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારી પાસેથી મંગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં વિદ્યાસહાયકોને રૂ. પ૩૦૦ના ફિકસ પગારથી રાખવામાં આવે છે અને પાંચ વર્ષનોકરી કર્યા પછી તેમને પુરો પગાર આપવામાં આવે છે. વિદ્યાસહાયકોને પુરો પગાર આપવાના મુદ્દે હાઇકોર્ટમાં રીટ કરાઇ હતી અનેતેનો ચુકાદો વિદ્યાસહાયકો તરફી આવ્યો હતો. રાજય સરકારને પુરો પગાર આપવાનો નિર્દેશ હાઇર્કોટે આપ્યો હતો. આ ચુકાદા સામે રાજય સરકાર સુપ્રિમકોર્ટમાંગઇ છે. રાજય સરકારે 
અત્યારે નિયમિત પગાર આપવાનો અહેવાલ મંગાવતા રાજય સરકાર પુરો પગાર આપવાનીતૈયારી કરી હોવાની અટકળો તેજ બની છે. કેવા પ્રકારની માહિ‌તી માગવામાં આવી છે ? રાજયના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારાકરાયેલા પરિપત્રમાં એવી સુચના અપાઇ છે કે જિલ્લામાં ફિકસ-ઉચ્ચક પગારથી ભરતી કરાયેલા વિદ્યાસહાયકો-શિક્ષકોને ખરેખર ચુકવવામાં આવેલા ફિકસ પગારની વિગત આપવાની તાકિદ કરાઇ છે. ઉપરાંત તેમને નિયમિત પગાર આપવામાં આવે તોકેટલી રકમ આપવાની થાય અને તેનો કેટલો ખર્ચ થાય તેની વિગત આપવામાં આવીછે. આ સાથે કેટલા વિદ્યાસહાયકો જિલ્લામાં નોકરી કરે છે અને તેમને કઇ જોગવાઇ હેઠળ પગાર અપાય છે તેની માહિ‌તી પણ આપવાની સુચના અપાઇ છે. રાજયમાં ૭૦ હજાર વિદ્યાસહાયકો ૂક્ઘ્; રાજયમાં પ્રાથમિક શાળાઓનું ત્રિસ્તરીય માળખું છે. જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં પપ હજાર, મહાનગર-નગરપાલિકા સંચાલિત પ્રાથમિકશાળામાંસાત હજાર તેમજ તાજેતરમાં ભરતી આઠ હજારવિદ્યાસહાયકો મળી ૭૦ હજાર વિદ્યાસહાયક થાય છે. ૧૦.૯૨ અબજનો વાર્ષિ‌ક બોજ પડી શકે રાજય સરકાર દ્વારા પૂરો પગાર અપાય તો મહિ‌ને રૂ. ૧૮ હજાર આસપાસનો પગાર થાય છે. હાલમાં ફિકસપગારમાં રૂ. પ૩૦૦નો પગાર અપાય છે. આવા સંજોગોમાં નિયમિત પગાર આપવામાં આવે તો ૭૦ હજાર વિદ્યાસહાયકોનો મહિ‌ને રૂ. ૯૧ હજાર અને વાર્ષિ‌ક રૂ. ૧૦.૯૨ અબજનો નાણાંકીય બોજ પડે તેમ છે.

No comments:

Post a Comment

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) - કરોડો પુસ્તકો મફતમાં મેળવી શકશો.

કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) ની જરૂર છે? તમારા બ્રાઉઝર પર જાઓ અને   http://www.pdfdrive.net/ સાઈટ ખોલો. ત...